દેશની જાણીતી ઓટોમેકર મારૂતિ સુઝુકી ઈન્ડિયા (સ્જીૈં)એ શુક્રવારે બલેનો આરએસ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં રૂપિયા એક લાખનો ઘટાડો કર્યો છે. આ સિવાય કંપનીએ કેટલાક સિલેક્ટેડ મોડલ્સની કિંમતમાં રૂપિયા ૫,૦૦૦નો ઘટાડો કર્યો છે.
આ મોડલ્સમાં અલ્ટો ૮૦૦, અલ્ટો દ્ભ૧૦, સ્વિફ્ટ ડિઝલ, સેલેરિયો, બલેનો ડિઝલ, ઈગનિસ, ડિઝાયર ડિઝલ, ટુર એસ ડિઝલ, વિટારા બ્રિઝા અને જી-ક્રોસના તમામ વેરિઅન્ટનો સમાવેશ થાય છે. આ મોડલ્સની કિંમત ૨.૯૩ લાખ રૂપિયાથી શરૂ થઈને ૧૧.૪૯ લાખ રૂપિયા સુધીની છે. આ અંગે મારૂતિએ એક્સચેન્જને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૯ના રોજ કેટલાક સિલેકટેડ મોડલ્સની કિંમતમાં રૂપિયા ૫,૦૦૦ના ઘટાડાની જાહેરાત કરી હતી. આ ઘટાડાની સાથે જ કંપનીએ બલેનો આરએસ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં પણ રૂપિયા ૧,૦૦,૦૦૦નો ઘટાડો કર્યો છે.