સુરત ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ હોવાની ખબર ફેલાતા તંત્ર દોડતું થયું હતું. કાર પાર્કિંગમાં ઉભેલી એક કારમાં ઘડિયાળનો અવાજ આવતા લોકોને ગભરાટ થઈ હતી. ઘડિયાળનો અવાજ રાહદારીઓને આવ્યો તેથી તેમને તંત્રને જાણ કરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સિવિલ હોસ્પિટલમાં ત્યારે ભારે અફરાતફરી મચી જ્યારે એક કારમાં ઘડિયાળનો અવાજ ત્યાં હાજર લોકોને સંભળાયો. બંધ કારમાં ઘડિયાળ જોવો અવાજ આવતા લોકોને કારમાં બોમ્બ હોવાની શંકા થઈ હતી તેથી તેઓ ભયભીત થયા હતા. રાહદારીઓએ તરત જ ત્યાંના તંત્ર અને સિવિલ હોસ્પિટલ ચોકીના જમાદારને આ વિશે જાણ કરી. આ ખબર સાંભળીને તંત્ર દોડતું થયું હતું અને કાર પાર્કિંગમાં જઈ સાચી હકિકતની તપાસ કરી હતી.લગભગ ત્રણ કલાકની મહેનત બાદ કાર માલિકને આરટીઓની એપ્લિકેશનથી શોધવામાં આવ્યો. જ્યારે સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે કારની રિમોર્ટ ચાવીનું સેન્સર ખામીગ્રસ્ત થયું હતું. કારનું બોનેટ ખોલ્યા બાદ આ વાતની જાણ થઈ કે કારની રિમોર્ટ ચાવીનું સેન્સર ખરાબ થયું છે અને તેના કારણે આ અવાજ આવી રહ્યો હતો. જોકે સચ્ચાઇ સામે આવ્યા બાદ સૌએ રાહતના શ્વાસ લીધા હતા.