એશિયાના સૌથી મોટા ઘડિયાળ ઉદ્યોગનું હબ ગણવામાં આવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગી ગયું છે. ૧૫૦થી ૨૦૦ યુનિટ ધરાવતા ઘડિયાળ ઉદ્યોગમાં મંદીના કારણે છેલ્લા બે વર્ષમાં ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો આવતાં ૬૦થી ૭૦ હજાર મજુરોની આજીવિકા પર સીધી જ અસર થાય તેવા સંકેત છે.
મોરબીને ઉદ્યોગનગરીનું બિરુદ અપાવતો ઘડિયાળ ઉદ્યોગ હાલ પોતાના જ અસ્તિત્વ માટે લડી રહ્યો છે. ઐશિયાના સૌથી મોટા ઘડિયાળ ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ હોય તેમ મંદી નામનો રાક્ષશ ધીમે ધીમે મોરબીના ઘડિયાળ ઉદ્યોગને ભરડો લઇ રહ્યો છે. જેના લીધે ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા લઘુ ઉદ્યોગો પણ મંદીના ભરડામાં સપડાઈ ગયા છે. છેલ્લા બે વર્ષમાં આ મંદી ઘડિયાળ ઉદ્યોગ પર વધુ અસર કરી રહી છે. આ કારણે ૩૦થી ૪૦ ટકા પ્રોડક્શન પણ ઘટી ગયું છે અને અનેક લઘુ ઉદ્યોગોને તાળા મારી દેવાનો વારો આવ્યો છે. મોરબીનો ઐતિહાસિક ધરોહર સમો આ ઘડિયાળ ઉદ્યોગ ઓક્સિજન પાર નભી રહ્યો છે. જીએસટી અમલી થયા બાદ ઘડિયાળ ઉદ્યોગમાં જે મંદીની શરૂઆત થઇ છે તેને આજદિન સુધી વિરામ લીધો નથી. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી આ મંદીના લીધે ૩૦થી ૪૦ ટકા જેટલું પ્રોડક્શન પણ ઘટી ગયું છે. ઘડિયાળ ઉદ્યોગના પર આશરે ૬૦થી ૭૦ હજાર જેટલા શ્રમિકોની આજીવિકા પર તેની સીઘી અસર જોવા મળે છે.