વડોદરામાં વૉટઅપ ફોટા અને દસ્તાવેજો મોકલાવી કોઈપણ વેરિફિકેશન વિના ચૂંટણી કાર્ડ બનાવવાની ચાલબાજીનો પર્દાફાશ થતા વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. એક યુવતીના દસ્તાવેજો વૉટઅપ મોકલાવી ૩૦૦ રૂપિયામાં ચૂંટણીકાર્ડ અરજદારની જાણબહાર બની રહ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
યુવતીએ આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલાની તપાસ આદરી છે. વડોદરાના સમા વિસ્તારમાં રહેતી શિવાની ચૌહાણના લગ્ન પાંચ વર્ષ પેહલા વડોદરામાં જ રહેતા જયેશ ચૌહાણ સાથે થયા હતા. પરંતુ પાંચ વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ અને પત્નીને અનેકવાર ખટરાગ થતા શિવાની પિયરમાં પછી આવી ગઈ હતી.હાલ દુબઇ રહેતા તેમના પતિ જયેશ ચૌહાણ વિરુદ્ધ કોર્ટમાં ભરણપોસણનો કેસ દાખલ કરતા મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. શિવાનીને ખબર પડી કે તેના નામનું ચૂંટણી કાર્ડ નર્મદા ભવન ખાતે એક ઓપરેટર બનાવી રહ્યો છે. તેઓ આ અંગે નર્મદા ભવન ખાતે તપાસ કરતા એક નિવૃત જજ અને કેટલાક મળતિયાઓ આ કાર્ડ બનાવવા ૩૦૦ રૂપિયા આપ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા શિવાનીએ પોતે ચૂંટણી કાર્ડ બનાવવા આપ્યું નથી.
તેના અરજદારની જાણ બહાર ખોટું ચૂંટણી કાર્ડ બનાવવા મામલે ફરિયાદ આપી હતી. ફરિયાદી શિવાનીએ પોતાનું ચૂંટણી કાર્ડ તેની જાણબહાર બનાવવાના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. પતિ વિરુદ્ધ કોર્ટમાં ચાલી રહેલા ભરણપોષણ કેસમાં ખોટા દસ્તાવેજો ઊભા થઇ રહ્યાની શંકા વ્યક્ત કરી હતી. તેને ન્યાય મળે તેવી માંગ કરી હતી. મામલાની ગભીરતાને લઇ રાવપુરા પોલીસે તપાસ કરતા નર્મદા ભવન ખાતે ચૂંટણી કાર્ડ બનાવતા ઓપરેટરની પૂછપરછ કરી હતી.