રાજસ્થાનના જોધપુરમાં રોડ અકસ્માત  ૧૬ લોકોના મોત, ૧૦થી વધુ ઘાયલ

298

જોધપુરના ગ્રામીણ વિસ્તાર જોધપુર જેસલમેર રોડ પર આગોલાઇ નજીક ધંધણીયા ગામ રોડ પર આજે એક મોટો અકસ્માત જોવા મળ્યો હતો. જ્યાં બોલેરો અને બસ વચ્ચે ટકકર થઇ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે બોલેરોના કચ્ચડધાણ થઇ ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે ૧૩ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ બપોરે ૧ઃ૦૦ વાગ્યાની આસપાસ એક મિની બસ જેસલમેરથી જોધપુર થઈને અજોલાઈ તરફ આવી રહી હતી અને એક બોલેરોમાં પરિવાર અગોલાઈથી જેસલમેર તરફ જઇ રહ્યો હતો. તે જ સમયે ધંધણિયા ગામ નજીક બંને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ઝડપથી હતી કે મીની બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ટુટી ગયો હતો અને બોલેરોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં ૧૩ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે ઘાયલ લોકોને મથુરાદાસ માથુર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કર્યા હતાં જેમાં ૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ૬ મહિલાઓ, ૯ પુરુષો અને ૧ બાળકનો સમાવેશ થાય છે.આ ઘટના બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. અકસ્માત બાદ જોધપુર રેન્જ આઇજી સચિન મિત્તલ, જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત, ગ્રામીણ જીઁ રાહુલ બરાઠ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પૂછપરછ કરી હતી.

હાલ ઇજાગ્રસ્ત લોકોની સારવાર જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ચાલી રહી છે.

Previous articleચન્દ્રયાન -૨ લેન્ડર વિક્રમની હાર્ડ લેન્ડિંગ થઇ હતી : નાસા
Next articleકો-ઓપરેટિવ બેંક કોંભાડ : પવારે છેલ્લી ઘડીએ નિર્ણય બદલી દીધો