ગઢડા પોલીસે ઈતરીયા ગામની સિમમાં જુગાર રમતા ૭ ખેલાડીઓને રોકડ તથા સાહિતય સાથે ઝડપી લઈ જેલહવાલે કર્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરીયા ગામની સિમમાં ગઢડા પોલીસની ટીમબે હારજીતનો જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી પાડ્યા હતાં.જેમાં પ્રકાશ શંભુ મેમરીયા, મહેશ ડુંગર રાઠોડ, મનસુખ માવજી સોસા, બાબુ ગોબર મેમરીયા, ભલા વિરજી ઝાંપડીયા, સુભાષ નાજા ઝંપડીયા, બાબુ દેવાયત ધાંધલ અને કરશન માવજી બારડ જેમાં છેલ્લો આરોપી નાસી છુટવામાં સફળ થયો હતો. આ જુગારીઓના પટમાં પડેલ રોકડા રૂા. રપ,૦૩૦ તથા બાઈક નંગ પ કિ.રૂા. ૧,રપ,૦૦૦ મોબાઈલ નં. ૭ કિ.રૂા. ૩૪,૦૦૦ મળી કુલ રૂા. ૧,૮૪,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.