નંદકુંવરબા કોલેજના ફિએસ્ટા ફેસ્ટીવલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

457

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ફીએસ્ટા-ર૦૧૯ અંતર્ગત મહોત્સવનો આજે બીજા દિવ્સે વિવિધ સ્પર્ધાઓ રમાઈ હતી. જેના લગ્નગીત, ભજન, અંતાક્ષરી ફુગ્ગા ફોવાની અને ફેશન શો યોજવામાં આવી હતી. આ ફિએસ્ટા મહોત્સવમાં આજે બીજા  દિવસે ફેશન શોમાં વેસ્ટન, પંજાબી, નવરાત્રી ટ્રેડીશ્નલ, ભારતમાતાનો લુક વિગેરે જેવી વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ વિવિધ સ્પર્ધાઓમાં આજે વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleલાઠી ખાતે યુવા મહોત્સવની સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ઉજવણી કરાઈ