તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે તાજેતરમાં સ્વ. હરગોવિંદભાઈ જોષીના આત્મકલ્યાણ અર્થે શ્રદ્ધાજંલિ સભા યોજાઈ હતી.ર ાત્રીના રામ દરબારના ભજન- સંકિર્તનના કાર્યક્રમમાં ગામજનો, જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતાં. આ વેળાએ પુ. રામકૃષ્ણ શાસ્ત્રી, સિધ્ધપુર સં. ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ સુરેશભાઈ જોષી, ભાગવતાચાર્ય ભાવેશભાઈ મહેતા, કેશવજીભાઈ જોષી સહિતનાએ સ્વર્ગસ્થાને શાબ્દિક શ્રદ્ધાજંલિ અર્પી હતી.