નવરાત્રી આયોજન સ્થળ પર પાણી ભરાયા : આયોજકો મુઝવણમાં

425

ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરમાં થતા ખાનગી નવરાત્રી રાસગરબાના આયજકો મુંજવણમાં મુકાયા છે. નવરાત્રી રાસગરબાના ખાનગી આયજકો ઉપર જાણે કે મેઘરાજા રૂઠ્યા હોય તેમ આયજકોની તમામ મહેનત અને ખર્ચ ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ મોટાભાગના રાસગરબાના આયોજનના મેદાનમાં પાણી ભરાવા પામ્યા છે. જેના કારણે રવિવારથી શરૂ થતા કાર્યક્રમો શરૂ થશે કે કેમ તે ઉપર પણ પ્રશ્નાર્થ મુકાયો છે. આજે બપોરબાદ પણ વરસાદ શરૂ રહેતા ખાનગી તથા જાહેર આયોજનોના આયોજકો મુઝવણમાં મુકાઈ જવા પામ્યા છે.  ભાવનગર શહેરમાં જાહેર તથા ખાનગી નવરાત્રી રસ ગરબાના અનેક આયોજનો કરવામાં આવ્યા છે. મોંઘીદાંટ સાઉન્ડ સીસ્ટમ અને ઓરકેસ્ટ્રાના સથવારે જાણીતા કલાકારો દ્વારા નવરાત્રી રાસગરબાના કરાયેલા આયોજનોની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ મેઘરાજા રૂઠ્યા હોય તેમ આજે વહેલી સવારથી શરૂ થઈ જતા મોટાભાગના આયોજનો ઉપર હાલની સ્થિતી જોતા પાણી ફરી વળ્યુ છે.

અને જો હજુ એકાદ બે દિવસ વરસાદ શરૂ રહેશે તો આયોજન થશે કે કેમ તે અંગે પણ સવાલો થઈ રહ્યા છે. મોંઘી દાટ ટીકીટો ખર્ચી નવરાત્રીમાં રાસગરબા રમવા જવા માટે થનગની રહેલા ખેલૈયાઓ પણ વરસાદના કારણે મુંઝવમમાં મુકાયા છે. જ્યારે આયજકોને પણ હજુ ટીકીટો વહેચવાનું શરૂ કર્યુ ત્યાં જ વરસાદ આવતા તેઓ પણ કચવાટ અનુભવી રહ્યા છે ત્યારે હવે ખેલૈયાઓ નવરાત્રી રાસ ગરબાની સીઝન ટીકીટોે ખરદવી કે નહી તે અંગે અવઢવમાં મુકાયા છે.

Previous articleત્રીજા દિવસે રંગમોહનમાં કલાકારોની સુંદર કલા પ્રસ્તુતી
Next articleસિહોરના ગૌત્તમેશ્વર તળાવના ૩૦ દરવાજા ખોલાયા