આજે સવારથી ભારે વરસાદના કારણે સિહોર સહિત જિલ્લાના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે ખાસ કરીને સિહોર આજુબાજુ વિસ્તારોમાં વહેલી સવારના ૪ કલાકથી ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદના કારણે ગૌતમેશ્વર તળાવ ફરી ઓવરફ્લો થયું છે આજે ત્રીજા દિવસમાં બીજી વખત ગૌતમેશ્વર તળાવના ૩૫ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જે અંગે નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા ટેલિફોનિક વાતચિત સમર્થન આપ્યું હતું અને હર્ષની લાગણી અને રાજીપો વ્યક્ત કરીને જણાવ્યું હતું કે શહેરના દરેક નાગરિકે સાવચેત રહેવું અનુરોધ કર્યો છે તો બીજી તરફ પોલીસ તંત્ર પણ વહેલી સવારથી એલર્ટ મોડમાં છે સવારથી સતત પેટ્રોલીંગ અને લોકોને સાવચેતી રાખવા અપીલ સાથે ગૌતમેશ્વર તળાવનું પાણી ભાવનગર રાજકોટ હાઇવે પેવન પરથી પાણી જવાના કારણે વાહન ચાલકોને અગવડ ન પડે જે માટે સિહોર પોલીસ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગ બંદોબસ્ત અને વાહન ચાલકોને અગવડ પડે તે માટે જરૂરી સૂચનાઓ સાથે પોલીસ સ્ટાફ હાઇવે ખડેપગે જોવા મળી રહ્યો છે જ્યારે તંત્રના એલર્ટના પગલે નાયબ કલેકટર શૈલેષ ગોકલણી પણ તમામ સ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે.