બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો કાળુભાર ડેમ ૩૧ ફુટની સપાટીએ પહોચતા ઓવરફલો થઈ જવા પામ્યો છે. અને ઓવરફલો થવાના કારણે ડેમનો એક દરવાજો ૦.૦૩ મીટર ખોલવામાં આવ્યો છે. સતત વરસાદના પગલે ડેમમાં પાણીની આવકના કારણે ડેમ ઓવરફલો થયા બાદ તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. અને ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા વધુ આવક થયે ડેમમાંથી પાણી છોડવામાં આવશે અને તેના કાર નદીના પટમા ંકે કાઠા વિસ્તારમાં કોઈએ અવર જવર ન કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે. કાળુભાર ડેમ ઓવરફલો થતા વિસ્તારના પાણીનો પ્રશ્ન હળવો થઈ જશે તેવું મનાઈ રહ્યુ છે. આ ઉપરાંત ડેમ ઓવરફલો થયા બાદ છોડેલા પાણીના કારણે રમાઘાટ અને માંડવધાર ચેકડેમ ઓવરફલો થઈ જવા પામ્યા છે. જ્યારે નદીઓ પણ બે કાઠે વહી રહી છે. આમ ભારે વરસાદના કારણે કાળુભાર ડેમ ઓવરફલો થઈ જતા તંત્રએ એલર્ટ આપ્યુ છે.