બોરતળાવની સપાટી ૪૦.૫ ફુટને પાર

527

ભાવનગર શહેરને પાણી પુરૂ પાડતા ગૌરી શંકર સરોવર (બોરતળાવ)માં આ વખતે ઘણા વર્ષો પછી પાણીની સારી આવક થવા પામી છે. હાલના ચોમાસાની સીઝનમાં ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે બોરતળાવમાં પાણીની આવક શરૂ રહેતા હાલના સમયે બોરતળાવની સપાટી ૪૦.૫ ફુટને વટાવી જવા પામી છે જો કે ઓવરફલોની ક્ષમતા ૪૩ ફુટ છે ત્યારે હવે માત્ર ઓવરફલોને ત્રણેક ફુટનો અંતર રહ્યું છે. હજુ ભીકડા કેનાલમાંથી પાણીની સતત આવક શરૂ રહેતા અને ઉપરવાસમાં વરસાદ પણ વરસતો હોવાના કારણે આ વર્ષે બોરતળાવ ઓવરફલો થઈ જાય તેવી શક્યતાઓ પણ હાલના સંજોગોમાં જણાઈ રહી છે.  બોરતળાવની સપાટી ૪૦ ફુટ ઉપર પહોચતા મેયર મનભા મોરી સહિત આગેવાનો બોરતળાવની મુલાકાતે પહોચ્યા હતા અને પરિસ્થિતી નિહાળી તંત્રને એલર્ટ રહેવા જણાવેલ આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સાવચેત કરવા સાથે સ્ટાફ ગોઠવી દેવાયો છે.

Previous articleકાળુભાર ડેમ ઓવરફલો, તંત્ર એલર્ટ
Next articleભાવનગર જીલ્લામાં સર્વત્ર મેઘમહેર