ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ (દેવરાજનગર) દ્વારા તાજેતરમાં ભાવનગર જીલ્લાના રંઘોળા ખાતે અકસ્માતમાં મૃત્યુ પામનારને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. પરમપૂજ્ય આત્માનંદજી સરસ્વતીજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં મૃત્યુ પામનારની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યુ હતું. અને મૃત્યુ પામનારના પરિવારને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.