ભારતીય શટલર પી. કશ્યપ વર્લ્ડ નંબર-૧ કેન્ટો મોમોટા સામે હાર્યો

413

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારૂપલ્લી કશ્યપે અહીં ચાલી રહેલા કોરિયા ઓપન સુપર ૫૦૦ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ નંબર-૧ જાપાનના કેન્ટો મોમોટાએ પુરૂષ સિંગલ વર્ગના અંતિમ-૪ના મેચમાં વર્લ્ડ નંબર-૩૦ કશ્યપને સીધી ગેમમાં ૨૧-૧૩, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો.

બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો કુલ ૪૦ મિનિટ સુધી ચાલ્યો હતો. કશ્યપની હારની સાથે ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે.

મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ, સાયના નેહવાલ અને પુરૂષ સિંગલ્સમાં બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડનો મુકાબલો હારીને ટૂર્નામેન્ટમાં પહેલા જ બહાર થઈ ગયા હતા.

Previous articleટીમ ઇન્ડિયાનો દેખાવ હાલ ઘરઆંગણે ખુબ શાનદાર છે
Next articleપાક. મહિલા ક્રિકેટ ટીમને ભારતમાં રમવા અંગે સરકારે મૌન ધારણ કર્યું