તમે કથા ભજન અને ભોજન મંદિરોમાં જોયા હશે, પરંતુ બનાસકાંઠામાં એક એવું ગામ છે, જ્યાં સ્મશાનમાં કથા,સત્સંગ ભોજન અને ભજન થાય છે. જેનો ઉદ્દેશએ છે, કે ૫ ગામોના લોકોના મૃતક સ્વજનોને પણ આ મોક્ષ મળે છે. અને ખાસ કરીને આવનારા નવી પેઢીમાં એક સમજણ આવેએ આ ગામડાના લોકોનો પ્રયાસ છે.
બનાસકાંઠાના ચડોતર ગામમાં આજુબાજુના પાંચ ગામના લોકોએ ભેગા મળી અને એક અત્યંત આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કર્યું છે. ત્યારે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને અમાસ એટલે સર્વ પિતૃઓને મોક્ષ મળેએ શ્રાદ્ધનો સૌથી મોટો દિવસ હોય છે, ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામની સ્મશાનભૂમિમાં અમાસના દિવસે પાંચ ગામના લોકો ભેગા મળી અને સ્મશાનમાં ભજન ,સત્સંગ અને ભોજન કરીને આવનારી નવી પેઢીમાં એક પ્રકારની સમજણ આવે કે, સ્મશાન જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. અને આ સ્મશાન થકી જ મૃતક સ્વજનોએ સદગતિ મળે છે અને મોક્ષ મળે છે ત્યારે આ એક ચડોતરમાં આવનારી નવી પેઢી માટે એક નવી દિશા છે.