સિટી બસ ચાલકે ચાલુમાં ફોન પર વાત કરતાં ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો

576

મોટર વ્હિકલના નવા કાયદાનો અમલ પાછો ઠેલાયો છે. દંડથી બચવા મોટાભાગના લોકો હેલમેટ પહેરતા થઈ ગયા છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે કડક હાથે કામ લેતાં સિટી બસના ચાલકને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચાલુ બસે મુસાફરોનો જીવ જોખમમાં મુકીને મોબાઈલ પર વાત કરતાં ડ્રાઈવરને દંડ ફટકાર્યો હતો.

કાયદો બધા માટે સરખો હોવાની પ્રતિતી કરાવતાં ટ્રાફિક પોલીસે વરાછામાંથી પસાર થતી બ્લૂ સિટી બસના ચાલકને દંડ ફટકાર્યો હતો.

મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવર ફોન પર વાત કરતો હોવાથી ટ્રાફિક પોલીસે તેને ઉભી રખાવી હતી અને મોબાઈલ પર વાત કરવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેથી હાજર લોકોએ પણ ટ્રાફિક પોલીસની નીતિને બિરદાવી હતી.

Previous articleસાસરિયાઓના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા
Next articleકર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલા બે નોરતા કેન્સલ કર્યા