નવરાત્રીને આ વખતે ટ્રાફિકના નવા અને કડક નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું છે. પાર્કિંગ તેમજ અન્ય નિયમોને કારણે ઘણા ગરબા આયોજકોને પરમિશન મળી નથી, ક્લબો પણ માત્ર મેમ્બર્સ પુરતા ગરબા રાખી રહ્યા છે ત્યારે વરસાદે રહી સહી કસર પણ પુરી કરી દેતા ગરબા આયોજકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે ખેલૈયાઓને મોટું નુકસાન થઇ રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાંક પાર્ટી પ્લોટોમાં ગરબા કેન્સલ થયાના સમાચાર મળી રહ્યા છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીના પગલે અમદાવાદના જાણીતા પાર્ટીપ્લોટ કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલા બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અમદાવાદમાં આવેલા ગુલમહોર ગ્રીન્સમાં થતા મ્દ્ગૈંના ગરબા પહેલા દિવસ માટે કેન્સલ કર્યા છે.આ સિવાય રાજ્યભરની એવી અનેક જગ્યાએ હશે, જ્યાં ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઇ જવાના કારણે ગરબા કેન્સલ કરવાનો વારો આવ્યો છે. અમુક આયોજકોએ તો ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ ગરબા રદ કર્યા છે.
આ સિવાય વડોદરામાં કેટલીક જગ્યાએ ગરબા કેન્સલ થયાના અહેવાલ મળી રહ્યા છે. વડોદરાના કારેલીબાગના અંબાલાલ પાર્કના ગરબા જાણીતા છે, ત્યારે તેમણે પહેલા દિવસના ગરબા કેન્સલ કર્યા છે. કેટલાંક ગરબા આયોજકોએ એડવાન્સ બુકિંગને બદલે જે તે દિવસે ગરબા શરૂ થાય પછી જ પાસ વેચવાનો નિર્ણય કર્યો છે.