લાઠી તાલુકા ના જરખીયા ગામેં થી બે કિમી દુર આવેલ અલગ ગોવિંદપરા વિસ્તાર ની પ્રાથમિક શાળા ના બે વર્ગો જરખીયા પે સેન્ટર શાળા માં મર્જ કરવા માં આવતા આ વિસ્તાર ના વિદ્યાર્થી અને વાલી સહિત આગેવાનો એ આક્રોશ સાથે ગોવિંદપરા શાળા માં તાળા બંધી કરી અને વિધાર્થી બાળકો ને પરિવહન માટે પડતી મુશ્કેલી સહિત શાળા મર્જ નહી કરવા જીલ્લા કક્ષા એ રજુવાત કરી પોતાનો રોષ ઠાલવી બાળકો ના હિત માં નિર્ણય કરવા માંગ કરી હતી લાઠી તાલુકા શિક્ષણ અધિકારી નિમિષાબેન દવે ના જણાવ્યા મુજબ આજરોજ ગોવિંદપરા વિસ્તાર ના ગ્રામજનો દ્વારા તાળાબંધી થવા અંગે સ્થાનિક શાળા ના આચાર્ય અને શિક્ષક વર્તુળ માંથી માહિતી પ્રાપ્ત થવા પામી છે આ શાળા માં ધોરણ છ અને સાત માં ફક્ત સાત જેટલા વિધાર્થી અભ્યાસ કરી રહ્યા છે સાથો સાથ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ કાર્ય ચલાવતી રાજ્યભર શાળા માં ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળા ના વર્ગો નજીક ની શાળા માં મર્જ કરવા ના પરીપત્ર સુચના આધારિત અમરેલી જીલ્લા વડી કચેરી ના આદેશ થી જીલ્લા ની ૨૨ જેટલી અંદાજીત શાળા ના વર્ગો નજીક ની શાળા માં મર્જ કરવા તંત્ર દ્વારા કામગીરી તાજેતર માં થયેલી જે પૈકી લાઠી તાલુકા ના જ્ર્ખીયા ગામ ના અલગ વિસ્તાર માં આવતી ગોવિંદપરા શાળા નો સમાવેશ થાય છે અપૂરતી સંખ્યા ના કારણે તંત્ર ના આદેશ મુજબ નિર્ણય લેવા માં આવેલ છે અમરેલી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના કાર્યદક્ષ ચેરમેન મીનાબેન કોઠીવાળ ના જણાવ્યા મુજબ શાળા મર્જ કરવા માં આવતા બાળ વિધાર્થી ઓ ને ત્રણ કિમી દુર જરખીયા પે સેન્ટર શાળા સુધી અભ્યાસ માટે સાયકલ અથવા વાલી વર્ગ દ્વારા વ્યવસ્થા હાથ ધરવી પડે છે અને રોષિત ગ્રામજનો દ્વારા શાળા મર્જ નહી કરવા અને મર્જ કરવા માં આવે તો વિદ્યાર્થી પરિવહન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવા માં આવે બંને માંગ પરત્વે જીલ્લા સહિત રાજ્ય શિક્ષણ વિભાગ નું સત્વરે ધ્યાન દોરવા માં આવ્યું છે અને બાળ વિદ્યાર્થી માટે સત્વરે પરિવહન વ્યવસ્થા હાથ ધરવા તાકીદ માંગ પણ કરવા માં આવી છે આગામી દિવસો સ્થળ મુલાકાત સાથે વિદ્યાર્થી હિત માં નિર્ણય લેવા પગલા ભરવા માં આવશે તેમ જણાવવા માં આવ્યું છે.