શિશુવિહાર સંસ્થા દવારા સર્વપિતૃ શ્રાધ્ધ પ્રસંગે ભાવનગર ની ૪૦ આંગણવાડીમા ક્રાફટ કીટ તથા આંગણવાડી દીઠ ૧૦-૧૦ ગરીબ બાળકોને વનભોજન કાર્યક્રમ તા.૨૮ સપ્ટેમ્બરનાં રોજ શિશુવિહાર સંસ્થામાં યોજાઈ ગયો.શહેરનાં ગરીબ વિસ્તારોમાં ચાલતા બાલમંદિરોને શૈક્ષણિક સાધનો આપવા સાથે શ્રાધ્ધપર્વ પ્રસંગે બાળભોજનમાં સહકાર આપનાર દાતાશ્રીઓનાં વરદ હસ્તે ૪૦૦થી વધું બાળકોને ભોજન બાદ કાપડની થેલીમાં વોટર બેગ આપવામા આવેલ. ભાવનગરનાં સેવાભાવી નાગરિકોના સહકારથી છેલ્લા ૮ વર્ષ થી ચાલતા ગરીબ બાળકોનાં વિકાસ માટેના આંગણવાડી સહાય કાર્યક્રમ અંતર્ગત અગાઉ શહેરની ૩૧૪ આંગણવાડીને સંગીતનાં સાધનો,પપેટસ,શેક્ષણિક ચાર્ટ પ્રકારે સાધનોનું વિતરણ કરવામાં આવેલ.