બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનું ૬૦૦૦ ની વસ્તી ધરાવતું દેવળીયા ગામના લોકોની કરૂણતા દેવળીયામાં આવેલ ભાદર નદી માં કેડ ઉપર સુધી નું પાણી વહેતુ હોવાથી દેવળીયા ગામમાં પ્રેમજીભાઈ સવજીભાઈ ઢોલા નામ ના વ્યક્તી નું અવસાન થતા પરીવારજનો એ ગામ ને સામે કાંઠે ભાદર નદી ના પટ માં જ બેસણુ રાખવાની ફરજ પડી હતી.પાણી વહેતુ હોવાથી અને પાણી નો ફોસ વધારે હોવાના કારણે બેસણા માં આવતા પ્રેમજીભાઈ સવજીભાઈ ઢોલા ના સગા વ્હાલા બેસણા માં આવતા હોય તેમને તકલીફ નો પડે એટલા માટે થઈ ને પરીવારજનો એ ગામ ને સામે કાંઠે નદી ના ખુલ્લા પટ માં જ મૃતક નો ફોટો મુકી બેસણુ રાખવાની ફરજ પડી હતી.અને પરિવારજનો ધસમસતા પાણી ના પ્રવાહ માં બેસણા માં જરૂરી વસ્તુઓ લઈને નદી પાર કરતા જોવા મળ્યા હતા.જ્યારે દેવળીયા ગામમાં જવા માટે આ ભાદર નદી માં થઈ ને જવાનો એકમાત્ર રસ્તો હોય ગામલોકો ને ચોમાસા દરમ્યાન વારંવાર આવી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.હાલ દેવળીયાની ભાદર નદી બે કાંઠે વહી રહી છે જ્યારે ઉપરવાસ માં ભારે વરસાદ થવા ને લીધે સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના ત્રણ દરવાજા એક ફુટ ખોલવામાં આવતા દેવળીયા ની ભાદર નદી માં કેડ ઉપર સુધી પાણી વહી રહ્યુ છે.અને દેવળીયા ગામના લોકો ની માંગણી છે કે આઝાદી મળ્યા ને ૭૦ વર્ષ થયા હવે તો અમને કોઝ વે અથવા પુલ બનાવી આપો…
ભાદર નદીમાં વધુ પાણી હોવાથી નદીના સામે કાંઠે ખુલ્લામાં બેસણુ રાખવુ પડ્યુઃ-મૃતકના પરીવારજનો
આ બાબતે મૃતક પ્રેમજીભાઈ ઢોલાના પરીવારના સભ્ય ભરતભાઈ ડોલા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ.કે અમારા દાદા નું બે દિવસ પહેલા અવસાન થયેલ આજે તેમનું બેસણુ રાખવામાં આવ્યુ હતુ સ્વભાવિક છે કે કોઈ પણ માણસ નું અવસાન થાય તો તેનુ બેસણુ તેના ઘરે જ રાખવામાં આવતુ હોય છે પણ અમારા ગામે થી નિકળતી ભાદર નદી માં છેલ્લા બે મહીનાથી પાણી વહી રહ્યુ છે અને ગઈ કાલે ઉપરવાસમાં વધુ વરસાદ ને કારણે સુખભાદર ડેમના ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલવામાં આવતા ભાદર નદી માં કેડ સુધી નું પાણી હતુ.અને ૫૦૦ જેટલા મહેમાનો બેસણામાં આવવાના હતા નદીમાં વધુ પાણી હોવાથી નદી માં ઉતરાય તેમ હતુ નહી પછી અમારા ઘરના તમામ મહીલાઓ ને ૨૦ કીલોમીટર ફરીન નાગનેશ,રાણપુર થઈ ને દેવળીયા ગામને સામે કાંઠે લઈ ગયા અને નદી કાંઠે ખુલ્લા માં બેસણુ રાખવુ પડ્યુ..