ભાવનગર શહેર ને પીવાનું પાણી પૂરું પડતું બોરતળાવ ૫ વર્ષ પછી ફરી એક વખત ઓવરફ્લો ની સપાટીએ પહોંચતા આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની હાજરી માં આ નવા નીર ના વધામણાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમ માં આવેલા જીતુ વાઘની એ જાણવેલ કે આગામી દિવસોમાં ભાવનગર માં સપ્તાહે જે એક દિવસઃ નો પાણી કાપ છે તે વહેલી તકે ઉઠાવી લેશું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજયકક્ષાનાના મંત્રી વિભાવરી દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહર મોરી, ભાજપ શહેર પ્રમુખ સનતભાઈ મોદી, ડેપ્યુટી મેયર અશોક બારૈયા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ કાર્યકરમા નવા આવેલા નીરનું મહાનુભાવો એ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે નગરજનો પણ મોટી સઁખ્યામા હાજર રહ્યાં હતા બોરતળાવ આજે સાંજે ૪૨.૮ ઇંચ ની સપાટીએ પહોંચીયું હતું આ તળાવ ૪૩ ફૂટ ઓવરફ્લો થાય છે હજુ પણ બોરતળાવ ના સ્ત્રાવ વિસ્તાર માંથી પાણી નો પરવાહ આવવાનો સારું હોઈ કલ સુધીમાં બોરતળાવ ઓવરફ્લો થશે તેમ મનાઇ રહ્યં છે