કલ્કિ કોચલિન ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે

442

બોલીવુડ અભિનેત્રી કલ્કિ કોચલિન પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપવાની છે. અચટી બ્રંચ અનુસાર કલ્કિ પાંચ મહિનાથી પ્રેગ્નેન્ટ છે. તમને જણાવી દઈએ કે કલ્કિનો બોયફ્રેન્ડ ય્ેઅ ૐીજિરહ્વીખ્તિ ઈઝરાઈલ મુળનો ક્લાસિકલ પિયાનિસ્ટ છે.

પહેલી વખત માતા બનવાના અનુભવ વિશે વાત કરતા કલ્કિએ કહ્યું, ‘હું પહેલા કરતા વસ્તુઓ પ્રત્યે મારા રિએક્શનમાં ફેર મહેસુસ કરી રહી છું. હું હવે પહેલા કરતા વધુ ડેલિબ્રેટ, સુસ્ત અને બિમાર થઈ ગઈ છું. જ્યારે તમારી અંદર માતા બનવાનો અહેસાસ આવે છે તો તે તમારી સાથે વ્યક્તિની ભાવનાઓને નવી ચેતના લાવ છે.’તમને જણાવી દઈએ કે કલ્કીએ પહેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની સાથે વર્ષ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ બંન્ને ૨૦૧૩માં સહમતીથી અલગ થઈ ગયા અને ૨૦૧૫માં બન્નેનો તલાક થઈ ગયો બતો. જોકે આજે પણ અનુરાગ અને કલ્કિ સારા મિત્રો છે અને મોટાભાગો પાર્ટી કે ઈવેન્ટમાં એક બીજાની સાથે જોવા મળે છે.

Previous articleહું એક દિવસ વડાપ્રધાન બનું તો કુલ્લુમાં સારુ એરપોર્ટ બનાવી દઉં : કંગના રનૌત
Next articleરંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી આપ્યું રાજીનામું