ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન બેથ મૂનીએ (હ્વીંર ર્દ્બર્હીઅ) ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં (ં૨૦ૈ) નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રવિવારે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે ૬૧ બોલ પર આક્રમક ૧૧૩ રન ફટકાર્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે કુલ ૨૦ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ટી૨૦ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરોમાં ૪ વિકેટ પર ૨૧૭ રન બનાવ્યા હતા. તેણે માત્ર ૫૪ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની આ ઈનિંગમાં એકપણ છગ્ગો ફટકાર્યો નથી. જવાબમાં શ્રીલંકાની ટીમ સાત વિકેટ પર ૧૭૬ રન બનાવી શકી હતી. તેની કેપ્ટન સી. અટાપટ્ટુએ ૧૧૩ રન બનાવ્યા હતા.
મહિલા ટી૨૦ના રેકોર્ડની વાત કરીએ તો મૂનીએ પોતાના રેકોર્ડમાં સુધાર કર્યો છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૨૧ નવેમ્બર ૨૦૧૭ના રમાયેલા મુકાબલામાં ૧૯ ચોગ્ગા ફટકાર્યા હતા. મહિલા ક્રિકેટમાં બીજા સ્થાન પર પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. મેટ લેનિંગે આયર્લેન્ડ વિરુદ્ધ ૧૮ ચોગ્ગા ફટકાર્યા હતા.
મૂનીએ એકપણ છગ્ગો ફટકાર્યા વિના પોતાની સદી પૂરી કરી હતી. તે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ ટેસ્ટ રમનાર દેશ (મહિલા અને પુરૂષ)માં સિક્સ ફટકાર્યા વિના સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગઈ છે.