શહેરનાં ચાવડીગેટ ખાતે હઝરત પીર મહંમદશાબાપુની વાડીની બાજુમાં આવેલી નુરે મહંમદી મસ્જીદનાં સમારકામ દરમિયાન ગઈકાલે આકસ્મીક રીતે મસ્જીદ ધરાશયી થતા દુઃખદ ઘટના બનતા પામી હતી. આ બનાવમાં મસ્જીદમાં સમારકામ કરતાં બે શ્રમિક આશીફભાઈ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ.૩૫)તથા ઈરફાનભાઈ યુસુફભાઈ કુરેશી (ઉ.વ.૨૮)નાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ લોકોને ઈજા થવા પામી હતી મરણ જનાર અને ઈજા પામેલા લોકો શ્રમિકો છે આર્થિક નબળા અને ગરીબ વર્ગના લોકો છે આ તમામ લોકોનાં પરિવારજનોને સરકારી નિયમોનુસાર આર્થિક સહાય મળે તે માટે ભાવનગર જિલ્લા કલેકટર સહિત સંબધીત વિભાગનાં અધિકારીઓ, પદાધિકારીઓને ભાવનગર શહેરના મુસ્લીમ સમાજનાં આગેવાનો મહેબુબભાઈ શેખ, ઈકબાલ આરબ, રહીમભાઈ કુરેશી, કાળુભાઈ બેલીમ, આરીફ કાલ્વા, નાહિન કાઝી, રીયાઝ પીરવાણી, રમીભાઈ શેખ, સહિતનાં આગેવાનોએ પત્રો લખી ભારપૂર્વકની રજુઆત કરી છે કે સરકારી વિવિધ યોજના તળે આવરી લઈ ભોગગ્રસ્ત પરિવારોને તાકિદની અસરથી આર્થિક સહાય મળે તે માટે રજુઆત કરી છે.