FPI દ્વારા સપ્ટેમ્બરમાં કુલ ૭૭૧૪ કરોડનું રોકાણ થયું

318

છેલ્લા બે મહિનામાં વેચવાલીમાં રહ્યા બાદ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ૭૭૧૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સરકાર દ્વારા હાલમાં લેવામાં આવેલા વિવિધ પગલાના કારણે હવે રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજી રહી છે. સાથે સાથે અન્ય કેટલાક પગલા પણ લીધા હતા. સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે વધારી દેવામાં આવેલા ટેક્સ સરચાર્જને પણ કેપિટલ ગેઇન પર લાગુ કરવામાં આવનાર નથી. આના કારણે વિદેશી રોકાણકારોએ મોટી રાહત મળી ગઇ હતી. સાથે સાથે માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફપીઆઇ માટે કેવાયસી ધારાધોરણને વધારે સરળ બનાવી દીધા હતા. નવેસરના આંકડા દર્શાવે છે કે ત્રીજી સપ્ટેમ્બરથી લઇને ૨૭મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં એફપીઆઇ દ્વારા ઇક્વિટીમાં ૭૮૪૯.૮૯ કરોડ ઠાલવી દીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૩૫૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ વિદેશી રોકાણકારો દ્વારા કુલ રોકાણનો આંકડો ૭૭૧૪.૩૦ કરોડનો રહ્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ પહેલા એફપીઆઈએ ઓગસ્ટ મહિનામાં ૫૯૨૦.૦૨ કરોડ પાછા ખેંચી લીધા હતા. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠલવાયા હતા.

Previous article૧ ઓકટોબરથી એસબીઆઈ બેંક ખતા પૈસા લેવડ-દેવડના નિયમો બદલાઈ જશે
Next articleશેરબજારમાં જુદા જુદા પરિબળ વચ્ચે તેજી રહેવાના સાફ સંકેતો