શેરબજારમાં જુદા જુદા પરિબળ વચ્ચે તેજી રહેવાના સાફ સંકેતો

342

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં હાલમા તેજી રહી શકે છે. કારણ કે આર્થિક સુસ્તી વચ્ચે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આરબીઆઇની પોલીસી સમીક્ષા, ઓટોના વેચાણ અને પીએમઆઇના ડેટા સહિતના જુદા જુદા પરિબળોની અસર રહી શકે છે. દલાલ સ્ટ્રીટમાં આ તમામ પરિબળોની અસર રહી શકે છે. ઓટો અને સીમેન્ટના વેચાણ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડા પર લોકોની નજર રહેશે. એક સપ્તાહ પહેલા શેરબજારમાં જોરદાર તેજી રહી હતી. બે  ટકા સુધીનો સુધારો થયો હતો. જેના લીધે સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ક્રમશ રેકોર્ડ ઉંચી સપાટી ૩૮૮૦૦ અને ૧૧૫૦૦ની રહી હતી. સીમેન્ટ અને ઓટો કંપનીઓ દ્વારા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. રોકાણકારોની નજર ફરી વેચાણ આંકડા પર રહેશે. જો સારા આંકડા આવશે તો તેજી રહી શકે છે. ૨૯મી ઓક્ટોબરના દિવસથી શરૂ થઇ રહેલી તહેવારની સિઝનમાં ઓટો કંપનીઓ તેમના વેચાણના આંકડાને વધારી દેવા માટે પ્રયાસ કરનાર છે. ઓગષ્ટની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં વેચાણના આંકડામાં સુધારો થઇ શકે છે તેવી પ્રતિક્રિયા મારૂતિ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં વેચવાલીમાં રહ્યા બાદ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ૭૭૧૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સરકાર દ્વારા હાલમાં લેવામાં આવેલા વિવિધ પગલાના કારણે હવે રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજી રહી છે. સાથે સાથે અન્ય કેટલાક પગલા પણ લીધા હતા. સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે વધારી દેવામાં આવેલા ટેક્સ સરચાર્જને પણ કેપિટલ ગેઇન પર લાગુ કરવામાં આવનાર નથી. આના કારણે વિદેશી રોકાણકારોએ મોટી રાહત મળી ગઇ હતી.પીએમઆઇના ડેટા પણ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. પહેલી ઓક્ટોબરના દિવસે પીએમઆઇઆંકડા જારી કરવામાં આવનાર છે. વૈશ્વિક પરિબળોની અસર પણ રહેનાર છે. જેમાં અમેરિકામાં વેપારને લઇને દુવિધા, ચીન સાથે અમેરિકાના ટ્રેડ વોર અને ડોલરની સામે રૂપિયાની ચાલનો સમાવેશ થાય છે. શેરબજારમાં આ સપ્તાહમાં રજા પણ આવનાર છે. જેમાં બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જંયતિના દિવસે રજા આવનાર છે. આર્થિક મંદીની સ્થિતી વચ્ચે સરકાર તેજી લાવવા માટે હજુ પગલા લેવાના મુડમાં છે. જેમાં સસ્તા મકાનની મર્યાદા વધારી દેવામાં આવનાર છે. રિયલ એસ્ટેટ સેક્ટરને રાહત આપવામાં આવનાર છે. ભારતમાં લોનમાં ૧૦.૨ ટકાનો વધારો ઓગસ્ટ મહિનામાં નોંધાયો છે. અગાઉના વર્ષની સરખામણીમાં આ વધારો ઉલ્લેખનીયરીતે રહ્યો છે. વૈશ્વિક મોરચા પર કેટલાક પરિબળોની અસર રહેનાર છે જેમાં ચીજવસ્તુઓમાં આંતરરાષ્ટ્રીય કારોબાર, બેરોજગારીના દાવા, ક્રૂડની વધતી કિંમતોનો સમાવેશ થાય છે. યુરોપના ઘટનાક્રમ ઉપર પણ શેરબજારની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એલકેપી સિક્યુરિટીઝના રિસર્ચ વડા રંગનાથનના કહેવા મુજબ ટેક્સ રેટમાં ઘટાડાથી વપરાશમાં ઉલ્લેખનીયરીતે વધારો થશે.

Previous articleFPI દ્વારા સપ્ટેમ્બરમાં કુલ ૭૭૧૪ કરોડનું રોકાણ થયું
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો