ચીનમાં પૂર્વ મેયરના ઘરમાંથી ૧૧૭૯૩ કિલો વજનની સોનાની ઇંટો મળતા ખળભળાટ

303

જે રીતે ભારતમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે તે રીતે ચીનમાં પણ અમુક અંશે ભ્રષ્ટાચાર છે. ફરક એટલો છે કે ચીનમાં જો કોઈ ભ્રષ્ટાચાર કરતા પકડાય તો તેને આકરી સજા થાય છે.જ્યારે ભારતમાં મોટા માથા પકડાયા પછી પણ છુટી જતા હોય છે.

ચીનમાં ડનઝોઉ પ્રાંતમાં એક પૂર્વ મેયર જાંગ ક્વીના ઘરમાંથી પોલીસને ૪૭૦૦ કરોડ રુપિયાની કિંમતની ૧૧૭૯૩ કિલો વજનની સોનાની ઈંટો હાથ લાગ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.

જાંગનુ ઘર હજારો સ્કેવરફૂટમાં ફેલાયેલુ છે.જેમાં જાંગે લાંબા સમયથી સોનાની ઈંટો છુપાવેલી હતી.પોલીસને આ અંગે જાણકારી મળ્યા બાદ તેના ઘર પર દરોડો પાડ્યો હતો.આ દરમિયાન બેઝમેન્ટમાંથી સોનાની ઈંટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.સાથે સાથે પોલીસને મોટા પાયે રોકડ રકમ પણ મળી હતી.

જોકે હવે પૂર્વ મેયરની ધરપકડ કરવામાં આવી છે.સ્થાનિક મીડિયાનુ કહેવુ છે કે, પૂર્વ મેયરે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને સોનુ અને બીજી મિલકતો વસાવી છે. જેના કારણે હવે પૂર્વ મેયરને મોતની સજા પણ થઈ શકે છે.

Previous articleલવ-જેહાદથી સાવધાનઃ વીએચપી,બજરંગ દળે પાર્ટી-પ્લોટોમાં પોસ્ટરો-સ્ટીકરો લગાવ્યા
Next articleમુખ્યમંત્રીએ સ્ટડી ઇન ગુજરાત કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલિસી જાહેર કરી