મુખ્યમંત્રીએ સ્ટડી ઇન ગુજરાત કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલિસી જાહેર કરી

530

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ કક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને આંતર માળાકિય સવલતો ધરાવતી ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલિસીની જાહેરાત કરી છે

વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ. પેટ્રોલિયમ યુનિવર્સિટી નિરમા યુનિવર્સિટી જેવી વિવિધ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ માં હાલ ૨૦૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવાની નેમ સાથે વધુ વિદેશી વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માં પણ ઉચ્ચ અભ્યાસ માટે વ્યાપક તક મળે અને પ્રવેશ પ્રક્રિયા સહિતની અન્ય જરૂરી પ્રક્રિયાઓમાં પણ સરળતા રહે દુવિધા ન પડે તે માટે ના ચોક્કસ પગલાંઓ અને ધારા ધોરણો સાથે રાજ્ય સરકાર આ પ્રોત્સાહક પોલિસીને આગામી દિવસોમાં આખરી ઓપ આપવાની છે એમ તેમણે જણાવ્યું હતું

ગુજરાત માં ૨૦૨૨ સુધીમાં આવા વિદેશી વિદ્યાર્થીઓ ની સંખ્યા ૧૦ હજાર સુધી લઈ જવા સાથે વિશ્વના દેશોના વધુને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતની ધરતી પર ઉચ્ચ શિક્ષા માટે આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

Previous articleચીનમાં પૂર્વ મેયરના ઘરમાંથી ૧૧૭૯૩ કિલો વજનની સોનાની ઇંટો મળતા ખળભળાટ
Next articleપ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ છે : રાજ્યપાલ