માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે – વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ ’બ્રહ્મ’ શબ્દનો અર્થ છે.
દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ’સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.
બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.
પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.
એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ ’અપર્ણા’ પડી ગયુ.
કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી ’ ઉમા, અરે !, ઓ નહી ’ ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ ’ઉમા’ પણ પડી ગયું હતુ.
તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.
છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું – હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.
માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે. (જી.એન.એસ.)