દામનગર શહેર માં પરમાર્થ પરિવાર ટ્રસ્ટ દ્વારા પરમાર્થ ની દીવાલ નું આજે ભવ્ય ઉદ્ધાટન કરાયું પટેલ વાડી પાસે મુખ્ય રોડ પર પરમાર્થ દીવાલ દ્વારા પરહિત ની સુંદર સેવા શરૂ કરાય દામનગર શહેર ની સંસ્થા પરમાર્થ પરિવાર ટ્રસ્ટ દ્વારા પરહિત કાજે પરમાર્થ ની દીવાલ માં જરૂરિયાત મંદ ગરીબ પરિવાર ને કપડા ચપલ મળી રહે તેવી વ્યવસ્થા જે પરિવાર ને કપડા વધતા હોય બિન ઉપીયોગી હોય તેવા સુખી સંપન્ન પરિવાર સારી કન્ડિશન માં પહેરી શકાય તેવા સ્વચ્છ કપડા ચપલ નાના બાળકો ના રમકડાં જેવી વસ્તુ ઓ પરમાર્થ પરિવાર ની દીવાલે મૂકી શકે અને જરૂરિયાત મંદ ગરીબ પરિવારો તે આવેલ વસ્તુ ઓ પોતા ના ઉપીયોગ માં લઇ શકે તેવી સુંદર વ્યવસ્થા ની શરૂઆત કરાય હતી પરમાર્થ ની દીવાલ પરહિત માં શરૂ કરવા ના શુભ અવસરે સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ સર્વ શ્રી હરજીભાઈ નારોલા જવેરભાઈ નારોલા દિલીપભાઈ ભાતિયા રજનીભાઇ ધોળકિયા તુષારભાઈ પાઠક અશોકભાઈ બાલધા મનસુખભાઈ ઢોલા સંજયભાઈ તન્ના ભરતભાઇ ભટ્ટ કૌશિકભાઈ બોરીચા ઘનશ્યામભાઈ પરમાર દર્શનભાઈ માધવાણી આર કે નારોલા હિંમતભાઈ આલગિયા ભીખાભાઈ ગિરધારભાઈ ખખ્ખર અબ્બાસભાઈ ભારમલ પ્રીતેશભાઈ નારોલા પ્રવીણભાઈ કાલાવડીયા કિશોરભાઈ આસોદરિયા મનસુખભાઈ મેવાડા ભુપતભાઈ જોગરાણા સહિત અનેક વેપારી સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ કાર્યકરો સમાજ સેવી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં શક્તિ પર્વ દૈવી અનુષ્ઠાન નવરાત્રી ના પ્રથમ દીને પરહિત માટે પરમાર્થ ની દીવાલ નું ભવ્ય ઉદ્ધાટન કરાયુ હતું