બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતા દોલાભાઈ આલાભાઈ બોળીયા (ભરવાડ) સવારના સમયે પોતાના પશુઓ માટે ઘાસચારો લેવા માટે રાણપુર જવાના નીચા માર્ગ ઉપર આવેલ માવજીભાઈ કલ્યાણભાઈ દલવાડીની વાડી પાસે પશુઓ માટે ઘાસ લેતો હતો.અને આ વાડીમાંથી લાઈટના વાયર નિકળતા હતા અને વાડી ફરતે તાર ફેન્સીંગ કરેલુ હોય ગતરાત્રી ના સમયે આ લાઈટ નો વાયર વાડીમાં પડી ગયેલ અને વાડી ફરતે ફેન્સીંગ કરેતા તાર ઉપર આ જીવતો લાઈટનો વાયર પડ્યો હતો.ત્યારે પશુઓ માટે ઘાસ લેવા ગયેલા દોલાભાઈ આલાભાઇ બોળીયા (ઉંમર.૩૩,ભરવાડ)આ તાર ને અડી જતા દોલાભાઈ ને વિજ શોર્ટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.
આ ઘટના અંગે મળતી માહીતી મુજબ રાણપુરના નાગનેશ ગામના દોલાભાઈ આલાભાઈ બોળીયા ઉ.૩૩(ભરવાડ)પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.સવારે ૭ વાગ્યાની આસપાસ પોતાના પશુઓ માટે ઘાસચારો લેવા માટે રાણપુર જવાના માર્ગ ઉપર આવેલ માવજીભાઈ કલ્યાણભાઈ દલવાડીની વાડી પાસે ગયા હતા અને આ વાડી ઉપરથી જી.ઈ.બી.ની ખેતીવાડીની લાઈન પસાર થતી હોય આ લાઈનના વાયર ને રીપેર કરવા અવાર નવાર ત્યાના હેલ્પર ને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.પણ આ રજુઆત ને કાને નહી ધરતા ગતરાત્રી આ વાયર નિચે વાડી ફરતે કરેલા તાર ફેન્સીંગ ઉપર પડ્યો હતો.જ્યારે સવારે દોલાભાઈ આલાભાઈ બોળીયા(ભરવાડ)આ વાયર ને અડી જતા જોરદાર શોર્ડ લાગતા દોલાભાઈ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.આ ઘટનાની જાણ નાગનેશ ગામના લોકો થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.જી.ઈ.બી.ની ઘોર બેદરકારી ના લીધે દોલાભાઈ આલાભાઈ બોળીયાનું મોત નિપજતા ત્રણ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવતા નાગનેશ ગામમાં શોકનું મોજુ ફળીવળ્યુ હતુ.આ ઘટનાની જાણ જી.ઈ.બી.ના કર્મચારીઓને તથા પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે મૃતક ને પી.એમ.માટે રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો.આ ઘટના અંગેની આગળની તપાસ રાણપુર પોલીસ કરી રહી છે..