રાજવીકાળમાં બંધાયેલા ગૌરીશંકર સરોવરને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તેના વધામણા કરવામાં આવ્યા હતાં. બોરતળાવ છલકસપાટીએ નોંધાયા બાદ કોંગ્રેસમા આગેવાનો દ્વારા બોરતળાવના નવા નીરને વધામણા કરાયા હતાં. આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી દ્વારા શાસ્ત્રોકત વિધિ દ્વારા જળ પ્જન કરીને પુજા અર્ચના આરતી સહિત નવાનીરના વધામણા કર્યા હતાં. આ વધામણામાં વિરોપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, નગરસેવક કાન્તીભાઈ, નગરસેવીકા પારૂલબેન ત્રિવેદીતથા કોંગ્રેસ પક્ષના કાર્યકર ભાઈ-બહેનોબ હોળી સંખ્યામાં જોડાયા હતાં.