તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૮,૬૬૭ની સપાટી ઉપર

322

શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બેંકિંગ, ફાર્મા અને રિયાલીટી કાઉન્ટરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. વધુમાં વૈશ્વિક બજારમાં પણ અફડાતફડી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સમાં ૧૫૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૮૬૬૭ રહી હતી. યશ બેંકના શેરમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં પાંચ ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. બીએસઈમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ઉંચી અને નીચી સપાટી ક્રમશઃ ૩૮૮૭૩ અને ૩૮૪૦૧ની સપાટી રહી હતી. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસીના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં અન્ડર પરફોર્મની સ્થિતિને લઇને ચર્ચા રહી હતી. એસ એન્ડ પી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૧૦૪ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૬૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૧૭૧ રહી હતી. એનએસઈમા નિફ્ટી ઇન્ડેક્સમાં ૩૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૪૭૩ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૮૦૦ પોઇન્ટની આસપાસનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૯૧૦૩ રહી હતી. આવી જ રીતે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. ફાર્માના શેરમાં પણ ભારે અફડાતફડી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧૪૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૭૫૪૯ રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાની આસપાસનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. લક્ષ્મી વિલાસ બેંકના શેરમાં ભારે દબાણની સ્થિતિ રહી હતી. યશ બેંકના શેરમાં ૧૦ વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. બેંકના શેરમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો આજે નોંધાઈ ગયો હતો. શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સની માર્કેટ મૂડી પણ સૌથી વધારે પહોંચી ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસને પાછળ છોડીને આરઆઈએલ પ્રથમ સ્થાન ઉપર છે. શેરબજારમાં વૈશ્વિક પરિબળોની અસર પણ આજે જોવા મળી હતી જેમાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિનો સમાવેશ થાય છે.

Previous articleસુમિત એટીપી ચેલેન્જર જીત્યો, આર્જેન્ટિનાના બગિન્સને ૬-૪, ૬-૨થી હરાવ્યો
Next articleક્યાંય પણ રહો,પણ ભારત માતાની જરૂરિયાતોને હંમેશા યાદ રાખજોઃ મોદી