ડીઆરડીઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

403

ડ્ઢઇર્ડ્ઢંએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ચાંદીપુર રેન્જમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ એક એવી ક્રૂઝ મિસાઈલ છે કે જે જમીન, જળ અને હવામાં પણ છોડી શકાય છે. બ્રહ્મોસની મારક ક્ષમતા પણ અચૂક છે. વર્તમાન સમયમાં ચીન અને પાકિસ્તાન પાસે પણ આવી મિસાઈલ નથી કે જેનાથી જમીન, સમુદ્ર અને આકાશમાં એમ ત્રણેય જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય. વર્તમાનમાં ભારત અને રશિયા આ મિસાઈલની મારક ક્ષમતાનું અંતર વધારવાની સાથે તેને હાઈપરસોનિક સ્પીડ પર ઉડાવવા પર કામ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં રશિયા સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની રેન્જને ૨૯૦ કિલોમીટરથી વધારીને ૬૦૦ કિલોમીટર કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ મિસાઈલથી કોઈ પણ ટારગેટને સરળતાથી તબાહ કરી શકાશે.બ્રહ્મોસ ઓછા અંતરની રેમજેટ એન્જીન યુક્ત , સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. એને સબમરીનથી, પાણીના જહાજથી, લડાકૂ વિમાન થી અથવા જમીનથી છોડી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને દિવસે અથવા રાતે તથા દરેક સિઝનમાં છોડી શકાય છે. આ મિસાઇલની મારક ક્ષમતા અચૂક હોય છે.

રેમજેટ એન્જીનની મદદથી મિસાઇલની ક્ષમતા ત્રણ ગણી વધારી શકાય છે. જો કોઇ મિસાઇલની ક્ષમતા ૧૦૦ કિમી અંતર સુધી છે તો એને રેમજેટ એન્જીનની મદદથી ૩૨૦ કિમી સુધી નક્કી કરવામાં આવી શકે છે.

બ્રહ્મોસ મિસાઇલનું નામ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મસ્કવા નદી પર રાખનવામાં આવ્યું છે.

Previous articleગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ
Next articleરોડ પર મહિનાઓથી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોનો માટલા ફોડી વિરોધ