ગાંધીજયંતિનાં દિવસે શહેરનાં તમામ કતલખાના બંધ રાખવા માટે મનપા કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. ૨ ઓક્ટોબરે ગાંધીજયંતિ હોવાથી રાજકોટના તમામ કતલખાના બંધ રહેશે. મનપા કમિશ્નરે કતલખાના, મટન માર્કેટ અને મચ્છી બજાર બંધ રાખવા માટે કડક સૂચના આપી જાહેરનામુ બહાર પાડ્યું છે.