જાફરાબાદના કાગવદર ગામના કાઠી ક્ષત્રિય વરૂ પરિવાર દ્વારા ગંગાઘાટ હરીદ્વારમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન વ્યાસપીઠ પર પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી કિશોરભાઈ જોશી બિરાજી કથા રસપાન કરાવશે.
જાફરાબાદ તાલુકાના કાગવદર ગામના કાઠી ક્ષત્રિય મંગળુભાઈ વરૂ દ્વારા ગંગાઘાટ હરીદ્વાર ખાતે તા.રર-૩ થી ર૮-૩ સુધી શ્રીમદ ભાગવત જ્ઞાનગંગા સપ્તાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરેલ છે. ૭ દિવસ સુધી પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી કિશોરભાઈ જોશી જે ભજનિક પણ છે અને પ્રાણલાલ વ્યાસના સ્વરમાં ભજન ગાતા હોવાથી બાબરીયાવાડના લોકો તેને છોટે પ્રાણનું બિરૂદ આપેલ છે તે કિશોરભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજી કથા રસપાન સંગીતમય શૈલીમાં કથા રસપાન કરાવશે. જેમાં પ્રસંગો ધ્રુવ આખ્યાન, નૃરસિંહ અવતાર ચરિત્ર રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણલીલા, રૂક્ષ્મણી વિવાહ સહિતના પવિત્ર ધાર્મિક પ્રસંગો ઉજવાશે. આ શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રસંગો તેમજ કથા રસપાન કરવા આયોજક મંગળુભાઈ વરૂ, વલ્કુભાઈ દિલીપભાઈ, બહાદુરભાઈ, સિધ્ધરાજભાઈ, મહાવિરભાઈ, હર્ષદિપભાઈ દ્વારા આજથી તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.