રોડ પર ડેમનું પાણી ફરી વળતા કાર સાથે પરિવાર તણાયો, ૩નાં મોત

809

પોરબંદરના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે.

રાજકોટના જામકંડોરણામાં પાણીના વહેણમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના જાણીતા શિવમ ક્લાસીસના સંચાલક વિરેન મજીઠીયા અને તેમનો પરિવાર જામનગરથી પોરબંદર આવી રહ્યા હતા. કારમાં તેમની પત્ની અને પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદને પગલે વર્તૃ-૨ ડેમના ૧૭ દરવાજા ખોલાયા હતા, જેથી કારણે અનેક પોરબંદરમાં અનેક વિસ્તારો પાણીપાણી થઈ ગયા હતા. જેને પગલે કાર વિરેન મજીઠીયાના કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર છે.

Previous articleઅમિત શાહની હાજરીમાં રેપીડ એક્શન ફોર્સની ૨૭મી વર્ષગાંઠ ઉજવાઈ
Next articleકોંગ્રેસના અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ડુંગળીનો હાર પહેરી ફોર્મ ભર્યું