કોંગ્રેસના અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ડુંગળીનો હાર પહેરી ફોર્મ ભર્યું

406

વિધાનસભાની છ બેઠકો માટે ૨૧મીએ યોજાનારી પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો, પરંતુ કોંગ્રેસ અને ભાજપે રવિવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારના નામ જાહેર કરતા સોમવારે ઉમેદવારી પત્ર ભરવા માટે ધસારો શરૂ થયો હતો.

અમદાવાદના અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈને મેદાનમાં ઉતાર્યા છે. ધર્મેન્દ્ર પટેલ મૂળ ભાજપમાંથી કોંગ્રેસમાં આવનારા આગેવાન છે.

આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ બની ગયા બાદ ધર્મેન્દ્ર પટેલે ભાજપ છોડી કોંગ્રેસ જોઈન્ટ કરી લીધું હતું. આથી કોંગ્રેસે અમરાઈવાડી બેઠક પરથી તેમને લડાવવાનો નિર્ણય કર્યો છે.

ધર્મેન્દ્ર પટેલ સોમવારે બપોરે વિજય મુહુર્ત પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા હતા. સામાન્ય રીતે ઉમેદવારી નોંધાવવા જતા ઉમેદવારના ગળામાં ફૂલનો હાર હોય છે પરંતુ ધર્મેન્દ્ર પટેલ ફુલહારની સાથે ડુંગળીનો હાર પણ પહેર્યો હતો.

છેલ્લા થોડા દિવસથી ડુંગળીના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ ટકાનો જંગી વધારો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના વધી રહેલા ભાવનો વિરોધ કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર ફુલહારની સાથે ડુંગળીનો હાર પહેરીને ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતા. જેથી સૌ કોઈને આશ્ચર્ય પણ થયું છે.

Previous articleરોડ પર ડેમનું પાણી ફરી વળતા કાર સાથે પરિવાર તણાયો, ૩નાં મોત
Next articleરાજપીપળામાં શેરી ગરબાને બચાવવાનો અનોખો પ્રયોગ, રાધાકૃષ્ણનાં રાસ રમાયા