કફોડી હાલત વચ્ચે સુશીલ મોદી પણ આવાસે ફસાયા

1594

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે. સાથે સાથે વિડિયો કોન્ફરન્સિંગ બાદ કહ્યું છે કે, અમે રાહત પહોંચાડવાના દરેક પગલા લઇ રહ્યા છે. લોકો ધીરજ અને હિંમત રાખે તે જરૂરી છે. પાટનગરમાં શુક્રવાર સાંજથી ૧૦ ઇંચથી વધુ વરસાદ થઇ ચુક્યો છે. નીતિશકુમારનું કહેવું છે કે, તેઓ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી ચુક્યા છે. સાથે સાથે પટણામાં જળબંબાકાર બનેલા સ્થળોની મુલાકાત લઇ ચુક્યા છે. ગંગા નદીના બંને કિનારે સ્થિત ૧૨ જિલ્લાઓમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. છેલ્લા પાંચ છ દિવસથી અવિરત વરસાદ થઇ રહ્યો છે. જેના લીધે જનજીવન ખોરવાયેલું છે. હજુ હવામાન વિભાગના કહેવા મુજબ ભારે વરસાદ જારી રહી શકે છે.

નવરાત્રિ ઉત્સવમાં માઠી અસર થઇ છે. પટણામાં લંગર ટોલી વિસ્તારમાં દૂર્ગાપૂજા પંડાળમાં પાણી ભરાઇ ગયા છે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને પણ અટવાઈ પડ્યા બાદ તેમના ઘરમાંથી બચાવ ટુકડીએ સુરક્ષિત ખસેડ્યા હતા. તમામ વિસ્તારમાં જોરદાર પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ વહેલીતકે નહીં સુધરે તેવા સંકેત છે.

Previous articleસાવધાન..!! અંડરએજ વાહન ચાલકો માટે ખાસ ડ્રાઇવ, રૂ.૨ હજારનો દંડ વસૂલાશે 
Next articleભારે વરસાદના કારણે બિહાર પાણી પાણી