બાબરા તાલુકા ના નીલવડા ગામે અને ત્યાંથી આગળ ના પાંચ ગામો માં આવવા જવા માટે ભારે યાતના સહિત રોજ મોત સામે ભાથ ભીડી પાણી માં પ્રવાહ માંથી પસાર થતા રાહદારી દ્વારા આજે ઓવરબ્રીજ બનાવવા ની માંગ સાથે રાજ્ય ક્ક્ષા સુધી રજુવાત મોકલી રોજ બરોજ ની યાતના માંથી છુટકારો અપાવવા જણાવ્યું છે
મળતી વિગત મુજબ બાબરા થી નીલવડા ગામ જતા નીલવડા ના પાદર માંથી પસાર થતી નદી માં છેલ્લા એક માંથી પુર પ્રકોપ ના કારણે સતત જળ પ્રવાહ તેજ ગતી થી પસાર થાય છે અને તંત્ર દ્વારા નાના કદ ના ક્રોઝ્વે ની યોગ્ય સાર સંભાળ નહી હોવાથી પુલ ઉપર ત્રણ થી ચાર ફૂટ ઉંડા ખાડા પડ્યા હોવાથી અનેક લોકો આ પાણી પસાર થતા પુલ ઉપર પોતાના વાહનો સાથે પસાર થતા હોવાથી અકસ્માત નો સતત ભય રહેછે અને આજુબાજુ ના પાચ ગામો સહિત વરસાદ માં જસદણ ચોટીલા તરફ જવાનો ગ્રામ્ય રસ્તો સદંતર બંધ જેવી સ્થિતિ અને વધુ વરસાદ માં પાણી ઉતરવા સુધી કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની રજુવાત કરવા માં આવી છે
શિમ વિસ્તાર માંથી અભ્યાસ માટે તેમજ પાંચાળ પંથક સાથે જોડતા રસ્તા ની અવદશા માટે કુંભકર્ણ નિંદ્રા માં પોઢેલ તંત્ર જાગતું નહી હોવાનો બળાપો કાઢવા માં આવ્યો છે
ગઈ મોડી રાતે પડેલા વરસાદ બાદ નદી ની જળ સ્ત્રાવ માં વધારો થતા વેલી સવારે ચરીયાણ માં જતી ગૌવંશ ૫ અને નાના પશુ આ નદી ના પાણી માં તણાઈ જતા ગ્રામ જનો એ બચાવી લીધા હતા આજે સાંજે વરસેલા વરસાદ થી ૨૦૦ જેટલા બાઈક ચાલકો અને મોટા વાહન ચાલકો વાહન રોકી કલાકો સુધી પાણી ઉતરવા ની રાહ જોઈ બેઠા હતા
ગ્રામ્ય શાળા માં શિક્ષક તરીકે ફરઝ બજાવતા કર્મી સહિત રોડ ના છેડે બાઈક છોડી અને પગપાળા શાળા સુધી પહોચી રહ્યા છે
પુર ના સમયે ઈમરજન્સી દવાખાના અથવા પ્રસુતી ની પીડા માં કણસતી મહિલાઓ ને પલંગ સમેત ઉચકાવી નદી પાર કરાવવા ના દર્શ્યો સામાન્ય બન્યા છે
આ વિસ્તાર માં ચુંટાયેલ ધારાસભ્ય સુધી ના જનપ્રતિનિધિ જનતા માંગ સામે દુર્લક્ષતા દાખવતા હોવાની બુમ ઉઠી છે સાથો સાથ ગ્રામ્ય વિસ્તાર માં ચુંટણી લક્ષી કિન્નાખોરી રાખવા માં આવતી હોવાથી છેલ્લા કેટલાક સમય થી લોક માંગ સામે ધ્યાન આપવા માં નહી આવતું હોવાનું જનતા જણાવી રહી છે
ગ્રામ્ય માંગ મુજબ આ પાણી ના વહેણ ઉપર ઓવરબ્રિજ બનાવવા ની તાતી જરૂરીયાત માટે કામગરી કરવા માં આવે તે ઇચ્છનીય છે અન્યથા જાન માલ મિલકત સહિત નું નુકશાન થવા સંભવ હોવાનું કહી શકાય છે