ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસર ડો. દિનેશ પટેલના માર્ગદર્શન મુજબ ધંધુકા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાળા, વાગડ, આકરૂં અને અર્બન તેમજ ધોલેરા તાલુકાના પીપળી, ધોલેરા, ભડિયાદસેજાના દરેક ગામોમાં બુથ બનાવી વિસ્તારના ૦ થી પ વર્ષના બાળકોને રવિવારના રોજ પોલીયો રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ મહાપર્વ એવા પોલીઓ રસીકરણના ભગીરથ સેવા યજ્ઞમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. દિનેશ પટેલ, ડો. રાકેશ ભાવસાર, ડો. સિરાજ દેસાઈ, ડો. રીયાઝ જુલાયા, ડો. યોગેન્દ્ર રાઠોડ, આર.બી. એસ.કે. આયુષ ડોકટર, આરોગ્ય સ્ટાફ સ્વયંસેવકો વિગેરે દ્વારા પોલીયોના ટીપા પીવડાવવાના ભગીરથ પ્રયાસો કર્યા હતાં.
ધંધુકા તાલુકા ખસ્તા ગામે પોલીયો બુથનું ઉદ્દઘાટન તાલુકા ભાજપ પ્રમુખ સહદેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર અને આરોગ્ય દ્વારા સતત અને સઘન સ્ત્રીકરણ દ્વારા પોલીયો સહિત વિસ્તાર બની રહે તે માટે વિસ્તારના લોકો દ્વારા દરેક બાળકને દરેક વખતે પોલીયોના બે ટીપા પીવડાવવા જોઈએ.