ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યુવરાસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મળેલી બેઠકમાં સ્ટે. કમિટીનાં સભ્યોએ ભાવનગર શહેરનાં બોરતળાવ છલકાયું હોવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત આજરોજ મળેલી બેઠકમાં અંદાજી રૂા.રપ.ર૦ કરોડના ખર્ચથી થનાર વિકાસના કામોનાં જુદા-જુદા ઠરાવોને ચર્ચા વિચારણાને અંતે મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સીદસર ગામમાં ઉંચી ટાંકી બનાવવા માટેનાં રૂા.૮.૮૩ કરોડનું કામ, રૂવા અને સીદસરના વિસ્તારો માટે પાણી વિતરણ વ્યવસ્થાનું રૂા.૭.૬પ કરોડનું કામ, બોરતળાવ બાલ વાટીકા ખાતે જરૂરી સીવીલ વર્ક તથા લેન્ડ સ્ક્રેપીંગ વર્કનું રૂા.ર.૭૭ કરોડનું કામ, જેટીંગ મશીન, ૧ર હજાર લીટર્સ કેપેસીટી નંગ-૧ અને ૮ હજાર લીટર્સ ટેન્ક કેપેસીટી સેકશન નંગ-રના મશીનરી માઉન્ટીંગનું કામ રૂા.૮૩.૬૦ કરોડનું કામ, હાઈફલો જેટીંગ મશીન નંગ-૧ અને સકશન મશીન નંગ-ર ખરીદવા રૂા.પ૯.૮ર કરોડનું કામ, એરપોર્ટથી એરપોર્ટ ગેટ સુધીનાં રસ્તાનુ આરસીસી કામ રૂા.ર૧.ર૯ લાખનું કામ, સાગવાડી વિસ્તારમાં બ્લોક ફીંટીગનું કામ રૂા.૧પ.ર૮ લાખ, તખ્તેશ્વર વોર્ડમાં આવેલ જી.પી.સી.બી. વાળી ગલીમાં રીકાર્પેટ કરવાનું રૂા.૧૪.૮૮ લાખનું કામ સહિતનાં કુલ રૂા.રપ.ર૦ કરોડનાં ખર્ચથી થનાર વિકાસના કામોના ઠરાવોને મંજુરી આપવામાં આવી હતી.