ગંગુબાઇમાં આલિયા ભટ્ટની સાથે કાર્તિક આર્યન ચમકશે

469

બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન ફિલ્મ ગંગુબાઇમાં કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરનાર છે. સંજય લીલા ભણશાળી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. સંજય લીલા પહેલા સલમાન ખાન અને આલિયા ભટ્ટને લઇને ફિલ્મ ઇન્સાહલ્લાહ ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક હતા. જો કે હવે ફિલ્મના શુટિંગને બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ ન બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગંગુબાઇ નામની ફિલ્મ બનાવવામાં આવનાર છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકા રહેનાર છે.ચર્ચા એવી ચાલી રહી છે કે ફિલ્મમાં આલિયા ભટ્ટની સામે કાર્તિક આર્યન રહેનાર છે. જો કે આ સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં આલિયા ભટ્ટની ભૂમિકા સૌથી મોટી રહેનાર છે. તેમાં એક યંગ મેલ કરેક્ટરને ઉમેરી દેવામાં આવનાર છે. આ કરેક્ટર ફિલ્મના નરેટિવના મહત્વપુૂર્ણ મોડ પર નજરે પડનાર છે. જે પોતાની મજબુત છાપ મુકે છે. આ રોલ માટે કાર્તિકના નામ પર ચર્ચા ચાલી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે સલમાન અને આલિયા ભટ્ટને લઇને સંજય લીલા દ્વારા ઇન્સાહલ્લાહ નામની ફિલ્મ શરૂ કરી હતી. ફિલ્મને લઇને તમામ બાબતો ફાઇનલ થઇ ગઇ હતી. જો કે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાનની જોડીને લઇને ભારે ચર્ચા  છેડાઇ ગઇ હતી. વ્યાપક ટિકા ટિપ્પણી અને અન્ય કારણોસર આ ફિલ્મને આખરે પડતી મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પણ આલિયા સારા રોલમાં નજરે પડનાર હતી. જો કે હવે આલિયા ભટ્ટને લઇને જ સંજય લીલા નવી ફિલ્મ પર આગળ વધી રહ્યા છે. ટુંક સમયમાં જ હવે અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે.  આલિયા સંજય લીલા સાથે ફિલ્મને લઇને ભારે ખુશ છે.

Previous articleખુબસુરત જેક્લીન હાલમાં   સિંગલ હોવાનો દાવો થયો
Next articleઅશ્રિ્‌વન-જાડેજાની જેમ સતત સારું પર્ફોર્મ કરવું છે : સ્પિનર કેશવ