ચૂંટણીઓમાં સામાન્ય માણસને વિશ્વાસ ન રહે તો લોકશાહી માટે વિડંબના
સોસીયલ મિડિયામાં ખરેખર કોણ કોને મહમત કરી રહ્યું છે તે હાલતો સમજાતુ નથી પરંતુ કેટલીક સત્ય અને બોલ્ડ બાબતો મિડિયામાં નથી આવી શકતી તે સોસિયલ મિડિયામાં ખાસ જોવા મળી રહી છે. તે પછી કોંગ્રેસના નેતાનું ઈલુ -ઈલુ પ્રકરણ હોય કે પછી રાજય સભાની ચૂંટણીબાદ મોદી અને અમિતશાહનો સંવાદ કે… કેમ લ્યા હાર્યો.. આ વખતે ઈવીએમ ન હતા બોલ… બેલેટ પેપર હતા.. આ નાનાી કોમેન્ટ પણ લોકશાહીના પાયાના સ્તંભ ચૂંટણી અને તેની પ્રક્રિયા સામેના અવિશ્વાસને છતી કરી જાય છે. ભાજપના કેટલાકને હજી પણ અંદરખાને એવું છે કે છેલ્લું હથિયાર અમારી પાસે છે અને ગમે તેટલા વિરોધ વચ્ચે પણ ૧પ૦ પ્લસ આવવાના જ છે અને સમાજના એક વર્ગને પણ આ બાબતે ચિંતા અને શંકા જરુર છે કે ખરેખર પરિણામો ન આવતાં હોય તો લોકશાહી માટે પાયામાં સડો ગણાય અને એ સડો લોકશાહીના મૃત્યુ સુધી પહોચાડયા વગર રહે નહીં તેવો ઢોંગ પપણ ગણાય અને તેથી જ ઈવીએમ બાબતે અનેક વખત લોકોએ તમામ માધ્યમોમાં પોતાની ચિંતા પણ અનેકવાર વ્યકત કરી છે. કેટલાક જાગૃત લોકો કે સંગઠનો આ બાબતે કોર્ટના દ્વારે પણ ગયા છે અને કોર્ટે અને ચૂંટણીપંચને આ બાબતે શું કરવું તે નિર્દેશો અને એફીડેવીટ સહીત પગલાં પણ લીધા છે. પરંતુ ખરેખર જો લોકોની મત મુજબનું પરિણામ ન મળતું હોય તો તેનાથી મોટી લોકશાહીના વિડંબના કોઈ ન હોઈ શકે. સામાન્ય્ રીતે બે થી ત્રટ ટકા સ્વીંગ થાય તો ૧પ થી રપ બેઠકોમાં ઉલટફેર થઈ જતો હોય છે. તેથી જ ભાજપ- કોંગ્રેસના જીતે તેવા દિગ્ગજોને લઈને પણ આવી કોઈ પરિસ્થિતી ઉભી થાય તો જીત માટે કટીબધ્ધ છે રણનીતિ બનાવવી એ સારી બાબત છે પરંતુ તેના માટે ગમે તે ભાગે ગમે તે કરવું તે યોગ્ય ન જ ગણાય સત્તા બધાંને ગમે છે પરંતુ તે માટે લોકશાહી પ્રમાણે પવિત્ર સિધ્ધાંતો જાળવવા પણ એટલા જ જરુરી છે.
ભાજપનો કાર્યકર ખરેખર મુંઝાઈ રહ્યો છે : શુ કરવું અને શું ન કરવું ?
ભાજપના લાંબા ગાળાના શાસન બાદ પણ પોતાની સિદ્ધિઓ ગણાવવાના બદલે કોંગ્રેસની આગળની રાજનીતિને પોતાનું હથીયાર બનાવી ખરાબ કોંગ્રેસના સભ્યોને પોતાની પક્ષે લઈને કોંગ્રેસને સાફ કરવાની વ્યુહ રચના હાલતો જોવા મળે છે. તેનાથી ભાજપનો શિસ્તબધ્ધ ગણાતો પોતાનો કાર્યકરો ખરેખર મુંજાઈ રહ્યો છે અને એક પાર્ટીના સૈનિક તરીકેનો, કામ કરવાનો ઉત્સાહ પણ ઓસરતો જાય છે. કોને માટે કામ કરવાનું ? તેને પાર્ટીના સિધ્ધાંતો અને નિયમો જેવું કાંઈ લાગતુ નથી. કેટલાક કાર્યકરોની સાથે કરેલી વાતચિત મુજબ જોવા જઈએ તો પાર્ટીના જુનિયર નેતાઓને ફકત હાજી-હા-ના ધોરણે સારુ સ્થાન મળી જાય છે અને તેમાં પણ કોણ કોનો ગોડફાધર છે તે મુજબનું સ્થાન પણ પરંતુ આ બાબતો ખુલીને કહી શકતો નથી કારણ કે એકશનમાં રીએકશન એવું આવે છે કે તેમાં ભૂતકાળમાં ભાજપના મૂળ ધૂરંધરો ગણાતા કેટલાય લોકો તણાઈ ગયા. રાજકીય મૃત્યુને શરણે થયેલા જોવા મળ્યા છે. તેથી ખુલીને કંઈ નહીં કહેતા મનમાં મૂંઝારો અનુભવી રહ્યો છે. પરંતુ એ પણ વાત સ્પષ્ટ છે કે સામે વિકલ્પ પણ એનાથી પણ ખરાબ છે જેના કારણે મતપેટી સુધી ગયા પછી તેને પોતાનો વોટ કે પછી પોતાની સ્વિકૃતિ પરાણે વસમાં રાખીને લાફો મારીને પણ ગાલ લાલ રાખવા પડે તેવી સ્થિતિ છે. પરંતુ સ્પ્રિંગ બોલા સમય ગયા સુધી દાબેલી રહી શકતી નથી. જોકે હજી કેટલાંક ભાજપના અને કેટલાક સમાજના માણસોને પરિવર્તનની આશા છે કે હવે પછી બધુ સારુ થઈને રહેશે અને સૌ સારા વાના થશે. આટલી વાર જવા દો !!
હાર્દિકના કેસમાં ઝડપ બતાવતી પોલીસ નલિયા જેવા કાંડમાં ધીમી કેમ પડી જાય છે ?
ગુજરાતમાં ન્યાય કાયદો વ્યવસ્થા સાચવવાનું કામ ન્યાયતંત્રની પડખે રહી પોલીસ નિભાવતી હોય છે. પરંતુ દરેક કેસમાં પોલીસની ઝડપ જુદી જુદી જોવા મળે છે.
સામાન્ય એવા કેસમાં પોલીસ સ્ટેશન સુધી જવુ અને એફઆઈઆર ફાળવી ગુનેગારોને નશીયત કરાવવી એ સામાન્ય નાગરિક માટે ખૂબ મુશ્કેલ કામ બની
રહ્યું છે.
હાર્દિક જેવાના કેસમાં ઝંડો ફરકાવવો કે અન્ય કોઈ બાબત હોય ત્યારે પોલીસની ઝડપ અકલ્પનીય હોય છે પરંતુ નલીયા કાંડ જેવા ગંભીર કેસમાં જાણે પોલીસની ઝડપ ધીમી પડી જતી જોવા મળે છે. અથવા જેટલી ઝડપે કામ કરવું પડે તેટલી ઝડપ જોવા મળતી નથી.
આમ જો મંત્રી-સંત્રીની ગોઠવણ હોય તો તે પણ કાયદો અને વ્યવસ્થા માટે મોટા જોખમરુપ હોય છે. પરંતુ કુદરતના ન્ય્યના સિધ્ધાંત મુજબ યોગ્ય દંડ દરેકને થાય છે તે ન ભૂલવું જોઈએ. કુદરતથી ડરીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જરુરી છે. નહી તો છેલ્લી એક દોરી કુદરત હંમેશા પોતાની પાસે રાખે જ છે. તેથી તેનાથી ડરીને કર્તવ્યનું પાલન કરે – થાય તેવી સદબુધ્ધિ પોલીસ હોય કે મંત્રી દરેકને મળે તેવી પ્રાર્થના….
ઈલે. મિડિયા વર્સીસ સોશીયલ મિડિયા સામસામા રાહ દ્વારા પોલ ખુલી રહી છે
કેટલાક સંમેલનોની નોંધ નહી લેવાની હોય પરંતુ કયાંક નાનુ હોય તો તેને પણ ર૪ કલાક બતાવીને કેટલીક વાર અતિરેક થતો જોવા મળે છે તેની નોંધ હવે સામાન્ય્ લોકોને પણ સોસીયલ મીડીયા દ્વારા થવા લાગી છે.
હાલમાં એક સંમેલનમાં ઉમટેલી ભીડનો ફોટો મુકીને સોસીયલ મિડિયામાં કોઈએ કોમેન્ટ કરી હતી કે કયાં ગયા એવું બતાવવા વાળા મીડિયા… આ શું ભીડ તેમની બહેનના લગ્ન માટે આવી છે. આવું આકરું સત્ય લોકો જાણી જશે તો કેટલાયની દુકાનોની પોલ ખુલતાં વાર નહીં લાગે…..