પ્રતિબંધ બાદ વડોદરા કોર્પો.એ ૩૦ ટન પ્લાસ્ટિક જપ્ત કર્યું

407

ભારત સરકાર દ્વારા ૧૧ સપ્ટેમ્બરથી સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અત્યારે ગુજરાત સરકારે પણ આ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત જન આંદોલનની શરૂઆત કરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે કોર્પોરેશને ઝોન અને વોર્ડ લેવલે ટીમો બનાવી છે.

આ ટીમો દ્વારા તારીખ ૫ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ૩૦ મેટ્રીક ટન પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. કોર્પોરેશને અટલાદરા ખાતે પ્લાસ્ટિકના રિસાયકલ માટેનો પ્લાન બનાવવાનું આયોજન હાથ ધર્યું છે અને તેને લગતી પ્રાથમિક કામગીરી હાલ ચાલુ છે.

આ પ્લાન્ટમાં પ્લાસ્ટિકને રિસાયકલ કરીને તેમાંથી દાણા બનાવવામાં આવશે કોર્પોરેશન દ્વારા સુરતની કંપનીને રીસાઇકલ પ્લાન્ટ બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કંપનીનો હાલ સુરતમાં પ્લાન્ટ ચાલુ છે. કોર્પોરેશન જે પ્લાસ્ટિક જપ્ત કરે છે. તે રીસાઈકલ થવા માટે આ કંપની લઈ જાય છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ અંગે જન જાગૃતિના ભાગરૂપે પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા કોર્પોરેશને લોકોને અપીલ કરી છે. આજરોજ ગાંધી જયંતિએ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા શપથ લેવામાં આવશે અને પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ કરવામાં આવશે.

 

Previous articleતેજસ એક્સપ્રેસ ટ્રેનમાં વિલંબ થશે તો પ્રવાસીને વળતર મળશે
Next articleલોકોને રાહત : નિકાસ પર પ્રતિબંધ બાદ કિંમતો ઘટી