પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૧મા જન્મદિવસે આવતીકાલ તા. રજી ઓક્ટોબરના રોજ સવારે ૦૯-૦૦ કલાકે વિધાનસભા ગૃહમાં મુકાયેલા તેમના તૈલચિત્રને તેમજ પટાંગણમાં આવેલી તેમની ભવ્ય પ્રતિમાને મહાનુભાવો-નગરજનો દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવશે. ગાંધી જયંતિ નિમિત્તે યોજાનાર આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં નગરજનોને ઉપસ્થિત રહેવા ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.