વોટ્‌સએપના ભ્રામક મેસેજથી સાવધાન..!! એકાઉન્ટ હેક થઈ શકે

386

સોશિયલ મીડિયાના સમયમાં ફેક ન્યૂઝ ખૂબ ઝડપી ફેલાય છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણા માટે જેટલા લાભદાયક છે એટલા જ ખતરનાક પણ છે. આપણે સોશિયલ મીડિયા દ્વારા થોડી જ સેકન્ડ્‌સમાં ઘણાબધા લોકો સુધી પહોંચી શકીએ છીએ અને સાથે થોડી જ સેકન્ડ્‌સમાં આપણી પ્રાઈવેટ ઈન્ફોર્મેશન્સ લીક પણ થઈ શકે છે. માત્ર આટલું જ નહી પરંતુ, વોટ્‌સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કેટલાક ઉપદ્રવી પ્રકારના લોકો ફેક ન્યૂઝ ફેલાવવાનું માધ્યમ બનાવી રહ્યા છે. આ ઠગો અને ફેક ન્યૂઝ ફેલાવનારા લોકોએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં ઘણા લોકો સાથે ફ્રોડ કર્યું છે. આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં મેસેજ દ્વારા લોકોને ઠગવામાં આવ્યા.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, કેટલાક યુઝર્સને લોકપ્રિય શુઝ મેકિંગ કંપની એડીડાસના ફ્રી શુઝ આપવાનો દાવો કરનારા મેસેજ મળ્યા છે. આ મેસેજ દ્વારા એક લિંક મોકલવામાં આવી રહી છે, જે એક મૈલેશિયસ એટલે કે ખતરનાક લિંક હોય છે. જેવા જ યૂઝર્સ લિંક પર ક્લિક કરે કે તરજ તેમની પ્રાઈવેટ ઈન્ફોર્મેશન આ ઠગ લોકો પાસે પહોંચી શકે છે. ત્યારબાદ યૂઝર્સનું અકાઉન્ટ હેક થવાના સંકટ સાથે જ, બેંકમાં જમા કરવામાં આવેલી રકમ ઠગો કાઢી લે તેવી પણ શક્યતાઓ વર્તાતી હોય છે. અત્યારે મોટાભાગના યૂઝર્સના બેંક અકાઉન્ટ તેમના મોબાઈલ નંબર સાથે લિંક હોય છે, ત્યારે આવામાં એ શક્યતાઓ વધારે વધી જાય છે કે આ ઠગો લોકો સાથે ફ્રોડ કરીને તેમના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે.

Previous articleમહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે  મુખ્યમંત્રી રૂપાણીનો માનવીય સંવેદનસ્પર્શી અભિગમ
Next articleગાંધી ૧૫૦ : કૃષિમંત્રી રુપાલાએ મહાત્મા મંદીરથી ગાંધી આશ્રમ સુધી સાયકલ યાત્રા કરી