રાણપુરની સી.એસ.ગદાણી સ્કુલમાં કાનુન,બાળસુરક્ષા અને ૧૦૮ ઈમરજન્સીની મોક ડ્રીલ યોજાઈ

424

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ના સંચાલક સંજીવભાઈ ગદાણી અને શિક્ષકો દ્વારા હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે અલગ અલગ પ્રવૃતી અને સામાજીક કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓના મન અને મનોબળ મજબુત કરવામાં જાણીતી સ્કુલ છે.જેમાં આજરોજ હાઈસ્કુલમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.એમ.દિવાન અને બોટાદ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર, કૈલાશબેન, હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી,વુમન પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન,અનીશાબેન,લતાબેન તેમજ ઈમરજન્સી ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા સી.એસ.ગદાણી હાઈસ્કુલમાં ૧૦૮ની કામગીરી અને મોક ડ્રીલ કરી વિદ્યાર્થીઓને માહીતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.એમ.દિવાને વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમો તેમજ વિવિધ ટ્રાફીક સાઈનનુ પ્રોજેક્ટર દ્વારા વિડીયો બતાવી પ્રેજટેશન આપ્યુ હતુ.આ કાર્યક્રમ ને તમામ વિદ્યાર્થીઓએ ભારે રૂચી પુર્વક નિહાળ્યો હતો.

Previous articleગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : લોકોને રાહત
Next articleશૈક્ષણિક સંઘ સંકલ સમિતિની સધારણ સભા બી.એમ.હાઈસ્કુલ ખાતે યોજાઈ