સિહોર શહેરની બે મુખ્ય સમસ્યા પાણી અને ગંદકી છે. નવા નિમણુંક થયેલ પ્રમુખે ચાર્જ સંભાળતા જ શહેરને પ્રથમ ચોખ્ખુ ચટ કરવાની નેમ લીધી હોઈ એમ દરેક વોર્ડની શેરી-શેરી ગલી સુધી જઈને સફાઈ કરી ચોખ્ખી ચટ કરવાનું મન મનાવીને કરી બતાવવા માટે મેદાને પડ્યા છે. અગાઉ પ્રથમ જ વોર્ડ નં.એક અને બેમાં ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને દરેક ખાચા ગલીમાં સફાઈ હાથ ધરાઈ હતી. જેની નોંધ સમગ્ર શહેરના પ્રત્યેક લોકોએ લીધી છે ત્યારે હવે આજે આ સફાઈ યાત્રા વોર્ડ નં.ત્રણમાં પહોંચી છે. જેમાં પણ અગાઉ જેમ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને સફાઈ યાત્રા આગળ ધપાવી છે. અહીં ખાસ કરીને સફાઈ કર્મચારીઓ અને સાધન સામગ્રી ખૂબ મોટીસંખ્યામાં હાજર રાખવામાં આવે છે. જેમાં આનંદ રાણા, ભરત ગઢવી, જીતુભાઈ લક્ષ્મણભાઈ સહિત લોકોની હાજરીમાં સફાઈ થઈ રહી છે અને ખુદ પ્રમુખ ખરા તડકે હાજર રહીને પોતાના માર્ગદર્શન અને સુચનોથી સાફસફાઈ અને શહેર ચોખ્ખુ થઈ રહ્યું છે.