ગાંધીનગર મુખ્ય મંત્રી રૂપાણીની મુલાકાતે માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્રસ્ટીઓ

574

ગાંધીનગર મુખ્ય મંત્રી શ્રી ની મુલાકાતે સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ – ટીંબી ( જી. ભાવનગર ) ના …મંત્રી- બી એલ રાજપરા ( ઢસા ) ટ્રસ્ટી – ધનસુખભાઈ દેવાણી ( રાણસીકી ) અને શુભેચ્છક તેમજ દાતા- સંદીપભાઈ રાજપરા ( ઢસા ) એ આજ તા. ૩૦/૯/૨૦૧૯ ના રોજ ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી સાહેબ ની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી એ સ્વામીશ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ ટીંબી માં ચાલતા તદ્દન નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ ની સંપુર્ણ માહીતી મેળવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકાર ની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ  માં/માં-વાત્સલ્ય અને પ્રધાનમંત્રી યોજનાઓ અંતર્ગત મળતા લાભો મેળવવા માટે સંપુર્ણ સહકાર આપવા તેમજ રાજ્યમાં તબીબી સેવાઓ પુરી પાડતી સેવાભાવી સંસ્થાઓ ને સુદ્રઢ કરવા ના શુભ હેતુથી શરુ કરવામાં આવેલ નવી યોજના કે જેમા આધુનિક સાધનો ખરીદવા તથા જરુરીયાત મુજબના મહેકમ માટે માસિક રુ. દસ લાખ થી વધુ રકમ નુ અનુદાન મંજુર કરવા માટે નિયમાનુસારની અરજી કરવા સુચન કરી આ યોજના મંજુર કરવા પ્રતિબધ્ધતા બતાવી હતી અત્રે ઉલ્લેખનીય છે સમગ્ર ગુજરાત હજીસુધી બે જ હોસ્પીટલ ને આ યોજના માટે મંજૂરી આપવામાં આવેલ છે  મુખ્યમંત્રીશ્રી ને હોસ્પીટલ ની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવેલ તેનો સહર્ષ સ્વીકાર કરેલ છે

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબોટાદ ખાતે આયુષ્માન ભારત સપ્તાહની ઉજવણી સમારોહ યોજાયો